મોટી થતી દીકરીઓને આ 7 વાત જરૂર શીખવો, જિંદગીમાં ઘણી કામ આવશે


By Sanket M Parekh2023-05-07, 16:45 ISTgujaratijagran.com

પોતાનો ખ્યાલ રાખવાની આદત

મોટાભાગના ઘરોમાં દીકરીઓને બીજાનો ખ્યાલ રાખવાનું શીખવવામાં આવે છે. જો કે જણાવી દઈએ કે, દીકરીઓને સૌ પ્રથમ પોતાનો ખ્યાલ રાખવાનું શિખવવું જોઈએ. જે તેમની હેલ્થ માટે પણ આવશ્યક છે.

આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપો

દીકરીઓને ખાસ કરીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરો. તેમને તેમના સમ્માનની રક્ષા કરતા શીખવો. સમાજમાં માન જાળવી રાખે માટે આત્મનિર્ભર હોવું જરૂરી છે, તે સમજાવો.

નિર્ણય લેવાનો અધિકાર આપો

દીકરીઓને તેમના પોતાના નિર્ણય લેવાનો અધિકાર આપો. દર વખતે પરાણે કોઈ કામ ના કરાવશો. હા જો દીકરીઓ કોઈ ખોટું પગલું ભરતી હોય, તો તેમને જરૂર રોકવી જોઈએ.

ખુદના માટે લડતા શીખવો

દીકરીઓને ખોટા પગલા, અનિવાર્ય સંજોગ અને ખોટા શબ્દો વગેરેથી લડતા શીખવો. દીકરીઓને ખુદના આત્મસમ્માનની કદર કરતા શીખવવું જોઈએ.

ના પાડતા શીખવો

દીકરીઓને દર વખતે હાં પાડવી જરૂરી નથી, જે બાબતમાં તેમને રસ ના હોય, તો તેમને ના પાડતા પણ શીખવો. જેથી તેઓ જલ્દી આત્મવિશ્વાસી બનશે.

આઝાદ રહેતા શીખવો

મોટાભાગની મહિલાઓ પોતાના પતિ પર નિર્ભર રહે છે અને પોતાની આઝાદી તેમને સોંપી દેતી હોય છે, જો આવું ના કરશો. દીકરીઓને આઝાદ રહેતા અને પોતાનો માર્ગ ખુદ કંડારતા શીખવો.

સમયની કદર કરતાં શીખવો

સમયની કિંમત દીકરીઓને જરૂર સમજાવો. સમયસય યોગ્ય નિર્ણય લેવા અને ખરા-ખોટાની સમજ ખૂબ જ જરૂરી છે.

દરરોજ નિયમિત ચાલવાથી થશે અદ્દભૂત ફાયદા, આજથી જ આદત પાડી દો