ક્યાંક જૂઠ્ઠુ તો નથી બોલી રહ્યોને તમારો પાર્ટનર, આ સંકેતથી જાણી લો


By Sanket M Parekh06, May 2023 04:02 PMgujaratijagran.com

હાથ-પગ હલાવવા

જો તમારો પાર્ટનર જૂઠ્ઠુ બોલતો હશે, તો તે નર્વસ રહેશે. કંઈક છૂપાવવા માટે તે પોતાના હાથ અને પગને સતત હલાવતો રહેશે. આ સાથે પોતાના ખિસ્સામાં હાથ નાંખવા લાગશે.

ચહેરો છૂપાવવો

જો તમારો પાર્ટનર જૂઠ્ઠૂ બોલી રહ્યો હશે, તો તે વારંવાર પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરશે. જૂઠ્ઠો પાર્ટનર પોતાના એક્સ્પ્રેશન છૂપાવવાનો પ્રયત્ન કરશે.

ગુસ્સે થવું

જો તમે પાર્ટનરને વધારે સવાલ પૂછો અને તે જવાબ આપવાની જગ્યાએ ગુસ્સે થઈ જાય, તો તે સંકેત છે કે, પાર્ટનર કંઈક છૂપાવી રહ્યો છે.

નાકને સ્પર્શવું

આ ઉપરાંત જૂઠ્ઠુ બોલવા પર નાકના કેટલાક ટિશ્યૂ ફૂલી જાય છે, જેથી નાકમાં ખણ આવવા લાગે છે.

પ્રાઈવસી રાખવી

જો તમારો પાર્ટનર જૂઠ્ઠુ બોલી રહ્યો હશે, તો તે તમારાથી બચવા માટે પ્રાઈવસી જાળવશે. ઈન્સ્ટાગ્રામથી લઈને મેઈલ અને ફેસબુક એકાઉન્ટને અડવા પણ નહીં દે.

આંખો મિલાવવી

આંખો મિલાવવી જો તમારો પાર્ટનર જૂઠ્ઠુ બોલી રહ્યો હશે, તો તે તમારા સાથે આંખો મિલાવવાથી ડરશે.

સીધો જવાબ ના આપવો

જો તમારો પાર્ટનર જૂઠ્ઠો હશે, તો તે તમને કોઈ પણ સવાલનો સીધો જવાબ આપવાની જગ્યાએ ગોળગોળ વાતો કરશે. આ સાથે તે વાત કરવાથી બચવાનો પ્રયાસ કરશે.

નાનપણથી બાળકોને જરૂર શીખવાડો આ આદતો