બાળક જ્યારે એક વર્ષનું થાય છે ત્યારે તેનો વિકાસ અને શીખવા કોઇ પણ વસ્તુમાં ઝડપ આવવા લાગે છે.
તેઓ ઝડપથી તેમની આસ-પાસની વસ્તુઓ પર ધ્યાન રાખવા લાગે છે. તે વસ્તુઓને આદતમાં બનાવવાની શરૂ કરે છે.
આજે આપણે એવી આદતો વિશે વાત કરીશું જે બાળકોને નાની ઉંમરમાં શીખવાડવી જોઇએ.
15 મહિના સુધી બાળકો ઇશારાથી વાતો સમજવાની કોશીશ કરે છે. સામાન્ય શબ્દો અને સંકોત દ્વારા ભાષા શીખવવાની કોશિશ કરો.
જેમ જેમ બાળકોની ઉંમર વધે છે તેમ તેમ તેઓ નવી વસ્તુઓ શીખવા લાગે છે. આ દરમિયાન બાળકોને પેન-પેન્શિલ પકડાવતા શીખવાડ તેનાથી તેઓ કંઇક બનાવી શકે.
જો તમારું બાળક નાનું છે તો કોશિશ કરો કે તમારું બાળક બીજા બાળક સાથે રમે આનાથી તેમની સામાજિક કૌશલનો વિકાસ થશે.
બાળકોને તેમી આસ-પાસની દુનિયાથી પરિચિત કરાવો, અને તેમને દરેક સમયે ઘરમાં ના રાખો. ઘરની આજુ-બાજુના પાર્કમાં તેઓને લઇ જાવ.