ભારતના આ શહેરોની નાઈટલાઈફ છે એકદમ રંગીન, એક વખત અચૂક માણો


By Sanket M Parekh2023-04-26, 16:30 ISTgujaratijagran.com

ચેન્નઈ

ચેન્નઈમાં સૂરજ આથમતાની સાથે જ શાનદાર નાઈટલાઈફ શરૂ થઈ જાય છે. અહીં રાતે ભારે હલચલ જોવા મળે છે.

મુંબઈ

મુંબઈમાં પબ, બાર અને રેસ્ટોરન્ટથી લઈને મરીન ડ્રાઈવ અને નરિમાન પૉઈન્ટમાં રાતે પણ ચહલપહલ હોય છે.

દિલ્હી

દિલ્હીમાં સૌથી ફેમસ રાતની લૉન્ગ ડ્રાઈવ છે. આ સિવાય રાતના સમયે તમે ઈન્ડિયા ગેટ પણ જઈ શકો છો. જે એક શાનદાર જગ્યા છે. આ સિવાય તમે બંગલા સાહિબ પણ જઈ શકો છો

પૂણે

પૂણેમાં સૌથી વધુ યુવાધન છે. અહીં શાંત કેફે, પબ અને રેસ્ટોરન્ટની કોઈ કમી નથી.

ગોવા

ગોવા દરેક પ્રકારના લોકો માટે એક ઉમદા ટૂરિસ્ટ સ્પોટ છે. આ એક એવું શહેર છે, જ્યાં રાતે પણ લોકોની ચહલપહલ જોવા મળે છે.

કોલકાતા

કોલકાતામાં એન્જૉય કરવા માટે ઘણું બધુ છે. આ શહેરમાં રાતની સુંદરતા નિહાળવા તમે બિન્દાસ્ત બનીને ઘરની બહાર નીકળી શકો છો

હૈદરાબાદ

અહીં ક્લબ, પબ, રેસ્ટોરન્ટ, બાર અને લાઉન્જ છે. અહીં તમે રાતે પોતાના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી શકો છો. આ શહેર યુવાઓ માટે ખૂબ જ ફેમસ છે.

મહિલાઓના શરીર સાથે સંકળાયેલા અનોખા ફેક્ટ્સ, જે કદાચ તમે નહીં જાણતા હોવ