કાઠિયાવાડી સ્ટાઈલમાં સેવ ટામેટાનું શાક ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi11, Jan 2024 04:35 PMgujaratijagran.com

સેવ ટામેટાનુ શાક

સેવ ટમેટાનું શાક એક ખાટુ મીઠું લોકપ્રિય ગુજરાતી શાક છે જે ટમેટા,સેવ,ડુંગળી અને અન્ય મસાલાઓ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.આજે આ શાકને કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

ટામેટાં,સેવ,જીરું,રાઈ,ડુંગળી,આદું-લસણની પેસ્ટ,લીલું મરચું,ખાંડ,લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,ગરમ મસાલા,કોથમીર,તેલ,મીઠું સ્વાદ અનુસાર,પાણી.

સ્ટેપ- 1

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું નાખીને ડુંગળી,આદું-લસણની પેસ્ટ,કાપેલું લીલું મરચું ઉમેરીને સાંતળો.

સ્ટેપ- 2

હવે તેમાં કાપેલા ટામેટાં, મીઠું,ખાંડ અને હળદર નાખીને 2 મિનિટ પકાવો.

સ્ટેપ- 3

હવે તેમાં થોડું પાણી ઉમેરીને 4-5 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલા પાઉડર,ધાણાજીરું અને સેવ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

ગાર્નિશ કરો

સેવ ટામેટાંના શાકને પીરસવાના બાઉલમાં કાઢો અને કોથમરીથી ગાર્નિશ કરો.

સર્વ કરો

સેવ ટમેટાનું શાક તૈયાર છે તમે તેને રોટલી,થેપલા કે પરોઠા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઇડ લીલા વટાણાની કચોરી રેસીપી