સેવના શાકને ટેસ્ટી અને ચટપટું કેવી રીતે બનાવવું, આવો જાણીએ


By Jivan Kapuriya19, Aug 2023 03:59 PMgujaratijagran.com

જાણો

સેવનું શાક બનાવવું ખૂબ જ સરળ છે. તેનો ખાટો અને તીખો સ્વાદ દરેકને પસંદ હોય છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રીત.

સામગ્રી

1-2 કપ સેવ,1-2 ચમચી રાય-જીરું,એક ચપટી હીંગ,1 ચમચી આદુ-લસણની પેસ્ટ,2 લીલા મરચા,2 ડુંગળી,2 ટમેટા,1-2 ચમચી હળદર,1-4 ચમચી લાલ મરચું પાવડર,1-2 ચમચી લાલ કેપ્સિકમ પાવડર,1 ચમચી ધાણા પાવડર,મીઠું સ્વાદ મુજબ,1 ચમચી લીંબુનો રસ,તેલ જરૂર મુજબ,કોથમીર.

સ્ટેપ-1

સેવનું શાક બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરો.

સ્ટેપ-2

પછી તેમાં રાય,જીરું અને હીંગને નાખીને વઘાર કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં લીલા મરચાના કટકા નાખો અને સાથે આદુ-લસણની પેસ્ટને પણ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

ડુંગળીને કટીંગ કરીને તેમાં નાખો અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-5

ટમેટાને કાપીને તેમાં નાખો અને તેમાં બાકીની સામગ્રી નાખીને હળવું નરમ થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-6

હવે તેમાં હળદર,લાલ મરચું,ધાણા પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-7

4 થી 5 મિનિટ સુધી મિશ્રણને પકાવો અને પછી તેમાં થોડું પાણી નાખો.

સ્ટેપ-8

પાણી પાકી જાય પછી સેવ નાખીને સારી રીતે હલાવો.

સ્ટેપ-9

તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરો અને 1 મિનિટ સુધી પકાવો.

તૈયાર છે સેવનું શાક

હવે ફ્લેમ બંધ કરો. તૈયાર છે તમારું સેવનું શાક.

ગાર્નિશ કરીને સર્વ કરો

હવે કોથમીરથી ગાર્નિશ કરીને રોટલી અને સલાડ સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઇક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અદાણી ગ્રુપના બજાર મૂડીકરણમાં રૂપિયા 45,200 કરોડનો વધારો થયો