અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળ કંપનીઓના બજાર મૂડીકરણમાં શુક્રવારે રૂપિયા 45,200 કરોડનો ઉમેરો થયો હતો
વૈશ્વિક રોકાણકારોએ વિશ્વાસ વ્યક્ત કરતા ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીના શેરમાં તેજી આવી હતી. આ સાથે ગ્રુપનું બજાર મૂડીકરણ વધીને રૂપિયા 10.96 લાખ કરોડ થઈ ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં એકંદરે મજબૂતી જોવા મળી રહી છે. GQG પાર્ટનર્સ અને કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અધિગ્રહણને સકારાત્મક રીતે જોવામાં આવે છે.
અદાણી પાવર 6.34 ટકા, અદાણી ગ્રીન એનર્જી 6.7 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં છ ટકાનો વધારો થયો છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 3.93 ટકા વધ્યા છે.