વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર પહોંચવાના એક મહત્વના મુકામને હાંસલ કરી લીધો છે.આ જોઈને ખુશી થઈ કે આ પૈકી અડધાથી વધારે ખાતા મહિલાઓની છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે દેશમાં જનધન ખાતાની સંખ્યા 50 કરોડના આંકડાને પાર થઈ ગઈ છે, જે પૈકી 56 ટકા ખાતા મહિલાઓના છે.
મંત્રાલયના એક નિવેદન પ્રમાણે આ પૈકી આશરે 67 ટકા ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. જનધન ખાતામાં કુલ જમા રકમ રૂપિયા 2.03 લાખ કરોડથી વધારે છે.
મોદી સરકારે વર્ષ 2014માં આર્થિક સમાવેશીકરણને ઉત્તેજન આપવા માટે જનધન બેંક ખાતા ખોલવા મોટાપાયે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ DBT સહિત અનેક આર્થિક સેવાને ગરીબો માટે ઉપલબ્ધ કરાવવાનો હતો