એક સારુ ડાયેટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલથી તમે મોટી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આ વસ્તુઓથી બનેલા લાડુનું સેવન કરવાથી, શિયાળાના ઠંડા દિવસોમાં તમે ફીટ અને હેલ્ધી રહી શકો છો.
ઋતુના બદલાવની શરીરના સ્વાસ્થ્ય પર અસર થાય છે, તેવામા શરીરની વધારે કાળજી રાખવી જરૂરી બની જાય છે. આ 2 લાડુનું સેવન તમને તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરશે.
પોષકતત્વથી ભરપૂર આ ગુંદરના લાડુ ઘણા ફાયદાકારક હોય છે. શિયાળામાં આ 2 લાડુનૂં સેવન કરવાથી શરીરને તાકત મળે છે.
ગુંદરના લાડુ સેવન તમારે ડિસેમ્બરથી ફેબ્રરુઆરી મહીના વચ્ચે કરવું જોઈએ. આનાથી શરીરને ગરમી મળે છે, તેમજ ઘુંટણના અને હાડકાના દુખાવામાં રાહત મળે છે.
શિયાળામાં તલના લાડુનું સેવન કરવાથી કબજીયાત જેવી સમસ્યાથી બચી શકાય છે. આ સાથે તલના લાડુ વજન ઘટાડવામા પણ મદદ કરે છે. જો તમને ડાયજેશની સમસ્યા રહેતી હોય, તેમને તલના લાડુ ચોક્કપણે ખાવા જોઈએ.
તલના લાડુમાં પ્રોટીન, ફાઈબર, અને એેંટીઓક્સીડન્ટ ભરપુર માત્રામા હોય છે. તલના લાડુમાં હેલ્ઘી ફેટ હોય છે, એટલે વજન વધવાની કોઈ સમસ્યા રહેતી નથી.
તલના લાડુનું સેવન દિવસમાં 1-2 વાર જ કરવુ જોઈએ, ગુંદરના લાડુનું સેવન પણ 2થી વધારે ના કરવું જોઈએ. વધારે ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે.
આવી નવી અને રસપ્રદ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.