ડેન્ડ્રફની સમસ્યા શિયાળામાં વધું રહેતી હોય છે. ઠંડીથી બચવા આપડે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ જે ત્વચા અને વાળને નુકસાન કરે છે.
વાળની કાળજી રાખવી ખૂબ આવશ્યક છે ખાસ કરીને શિયાળાના દિવસોમાં. હેર કેર રૂટીન પ્રત્યે બેદરકારી રાખવાથી વાળ ખરવા અને રફ થઈ જવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
ડેન્ડ્રફથીના પ્રોબ્લેમથી બચવા લોકો અવનવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે, જેના અંદરના કેમિલ્સ ચામડીને નુકસાન પહોંચાડે છે. પણ આજે આપણે તેનાથી વિપરીત કુદરતી જડીબુટ્ટીઓનો વિશે વાત કરીશું જે આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે.
લીંબુના રસથી ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકાય છે. લીંબુમાં રહેલા કુદરતી ગુણો ચામડી માટે ફાયદાકારક માનવામા આવે છે. લીંબુના રસને સરસવના તેલમાં મિક્સ કરીને માથાની ચામડી પર લગાવાથી ઘણો ફાયદો થાય છે. આ સિવાય નારિયેળના તેલમાં લીંબુ મિક્સ કરીને માલિશ કરવાથી પણ ફાયદો થાય છે.
બેકિંગ સોડામાં દહીં મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળે છે. એટલું જ નહીં વાળની ચમક પણ પાછી આવે છે.
લીમડો અને તુલસી બંનેના પાન અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ માટે ગરમ પાણીમાં પાન નાંખો અને પાણી ઠંડું થયા બાદ વાળ ધોઈ લો.
ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મેળવવા માટે, તમારે શિયાળામાં તમારા વાળને ગરમ પાણીથી ધોવાનું બંધ કરવું પડશે. આ સિવાય વાળમાં તેલથી ચોક્કસ માલિશ કરવાથી વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે.
આવીજ ઉપયોગી અને રસપ્રદ માહિતી માટે જોડાઈ રહો ગુજરાતી જાગરણ સાથે.