સામન્ય રીતે લોકો સવારે બ્રશ કર્યા પછી તરત જ નાસ્તો કરવાનુ પસંદ કરે છે, પણ બ્રશ કર્યા પછી કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ. જો સવારે બ્રશ કર્યા પછી જ તરત જ કેટલીક વસ્તુઓનુ સેવન કરવામા આવે તો તે દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે.
ચલો જાણીએ એવી વસ્તુઓ વિશે જેને સવારમા બ્રશ કર્યા બાદ તરત જ સેવન કરવાથી દાંતો પર તેની ખરાબ અસર પડે છે.
સવારે બ્રશ કર્યા પછી જો તરત જ મસાલેદાર વસ્તુઓનુ સેવન કરવામા આવે તો તે દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે. બ્રશ કર્યા બાદ જો તરત જ મસાલેદાર ખાવામા આવે તો દાંતની અનેક સમસ્યા પેદા થઈ શકે છે. તેનાથી દાંત પરના પડને નુકસાન થાય છે.
દાંત પરનો પડ ખૂબ જ મજબૂત હોય છે. જો બ્રશ કર્યા પછી તરત જ મસાલેદાર વસ્તુઓનુ સેવન કરવામા આવે તો તે દાંત પરના પડને નુકસાન પહોંચાડે છે.
જો તમે સવારમા બ્રશ કર્યા બાદ તરત જ કોઈ મસાલેદાર વાનગીનુ સેવન કરો છો તો દાંતની નેચરલ ચમક ઓછી થાય છે.
જો તમને સવારમા જ મસાલેદાર ખાવા માંગો છો તો સવારે બ્રશ કર્યાના 20 મિનીટ પછી જ સેવન કરો. બ્રશ કર્યા પછી થોડુ પાણી પીવુ હિતાવહ છે.