બીએસઈ સેન્સેક્સ 92.47 પોઇન્ટના નજીવા સુધારા સાથે 66,023.24 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 28.45 પોઇન્ટ અથવા 0.14 ટકા વધ્યો હતો.
ભારતના શેરબજારમાં બેન્કિંગ, ફાયનાન્સ, મેટલ, રિયલ્ટી, મીડિયા, ફિનસર્વિસ તથા સરકારી બેન્કિંગ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ફાર્મા, એફએમસીજી, આઈટી અને એનર્જી શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જોકે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મંદી જોવા મળી હતી.
સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસ, NTPC, પાવર ગ્રિડ, ટાઈટન કંપની, ITC, ટેક મહિન્દ્રા, HUL, એક્સિસ બેન્ક, TCSના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.