પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડનું ભારતીય કંપનીઓમાં રોકાણ ઓક્ટોબર મહિનામાં આશરે ત્રણ ટકા ઘટીને 3.4 અબજ ડોલર રહ્યું છે.
ઔદ્યોગિક લોબી ગ્રુપ IVCA અને સલાહકાર ફર્મ EYના અહેવાલ પ્રમાણે મૂલ્યની દ્રષ્ટિએ ઓક્ટોબરમાં PE અને VCને લગતુ રોકાણ એક વર્ષ અગાઉના 3.5 અબજ ડોલર કરતાં ત્રણ ટકા ઘટ્યું છે.
ઓક્ટોબરમાં સોદાની સંખ્યા પણ ઘટીને 70 ડીલ થઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં 80 ઈન્વેસ્ટમેન્ટ ડીલ હતી.
નિષ્ણાતોના મતે ભારતમાં આ પ્રકારની ડીલને લઈ મજબૂત સ્થિતિ છે, જોકે વૈશ્વિકસ્તરે કેટલાક પડકારોની એકંદર વ્યવસ્થા પર અસર રહી છે.