સૉવરેન ગોલ્ડ બૉન્ડની પ્રથમ સિરીઝ આ મહિનાની 30મી તારીખે મેચ્યોર થવા જઈ રહી છે. કેટલાક રોકાણકારોએ પ્રથમ સિરીઝમાં રોકાણ કર્યું હતું પણ વળતર-ટેક્સ નિયમો અંગે કન્ફ્યુઝ્ડ છે.
દેશનું પ્રથમ સોવરેન ગોલ્ડ બોન્ડ રૂપિયા 2,684ના ઈશ્યુ પ્રાઈઝ પર 26 નવેમ્બર 2015ના રોજ ઈશ્યુ થયો હતો. RBIની માહિતી પ્રમાણે આ સિરીઝ માટે 9,13,571 યુનિટ વેચાણ થયેલ.
લિસ્ટીંગ 13 જૂન 2016ના રોજ થયું હતું. વર્તમાન સમયમાં કિંમત 6,135 પ્રતિ ગ્રામ છે.આ દ્રષ્ટિએ આ કિંમત આજુબાજુ આ બોન્ડનું રિડમ્પ્શન પ્રાઈઝ હશે.
આ રીતે રિડીમ કરવાના સંજોગોમાં 128 ટકાથી વધુ વળતર મળી શકે છે. સપ્ટેમ્બર 2016 બાદ સિરીઝ માટે વ્યાજ વાર્ષિક 2.75 ટકાથી ઘટાડી 2.75 ટકા કરવામાં આવ્યું છે.