દિવસ દરમિયાન આપણે બધા Google ઘણું બધુ સર્ચ કરતા હોય છીએ,
કેટલીક ખુફિયા ટ્રીકની મદદથી તમે ગુગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.
આ ખુફિયા ટ્રીક વડે ગુગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરશો તો, તમે Google પર શું કર્યું એ કોઈને ખબર નહીં પડે.
તમે દિવસમાં ઘણી બધી વસ્તુ સર્ચ કરતા હોવ તો તમારે ગૂગલની માય એક્ટિવિટી હિસ્ટ્રી ડિલીટ કરવી ખૂબ જ જરુરી છે.
ગુગલ પર સર્ચ કરેલી હિસ્ટ્રીને ડિલિટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા અહીં જણાવી છે.
સૌ પ્રથમ ગૂગલની અંદર My Activity by પર જાઓ, ત્યાં તમામ ડેટા કાઢી નાખવા માટે Filtersનો ઉપયોગ કરો.
હવે ડિલીટ એક્ટિવીટી પર જઈને All time બટન કે Custom range પસંદ કરો.
તમામ સેટિંગ્સ પસંદ કર્યા બાદ Delete બટન પર ક્લિક કરશો ત્યારે Google તમને બધુ કાઢી નાખવાની પ્રક્રિયાની પુષ્ટિ કરશે.
જો તમે દરરોજ આ પ્રક્રિયામાંથી પસાર થવા ન માંગતા હોવ તો તમે Auto-delete વિકલ્પ પર ક્લિક કરો.
મહત્વનું છે કે તમે 3 થી 18 મહિના, કે 36 મહિનાથી પણ જૂની પ્રક્રિયાઓને ઓટો ડિલીટનું પસંદ કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.