આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે ઘણીવાર ચર્ચા થાય છે કે તે નોકરીઓ માટે ખતરો ઉભો કરી શકે છે, પરંતુ કેટલાક વ્યવસાયો એવા છે કે જ્યાં AI ક્યારેય માનવોનું સ્થાન લઈ શકશે નહીં.
આ ક્ષેત્રમાં માનવ સંવાદ અને સમજની ભૂમિકા એટલી મહત્ત્વપૂર્ણ છે કે AI તેનો ક્યારેય પૂરો વિકલ્પ બની શકશે નહીં.
આ વ્યવસાય સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવો, સંબંધો કેળવવા અને માનવ ક્રિયાપ્રતિક્રિયા અને સમજશક્તિની જરૂરીયાત ધરાવે છે, જે AI માટે અતિશય મુશ્કેલ છે.
AI ડાયગ્નોસીસ અને સારવારમાં કરી શકે છે. પરંતુ ડોકટરો અને સર્જનોના સર્જરીમાં કુશળતા માનવ સંવેદનાની જગ્યાએ AI લઈ શકે તે અઘરું છે.
AI ગ્રાહકના અઘરા અને અજીબ સવાલો સમજી શકે તે માટે સમર્થ નથી. ઘણીવાર ગ્રાહક સમસ્યાઓ અને નવી પરિસ્થિતિઓમાં પ્રમાણે AIને ટ્રેઈન કરવું અઘરુ છે.
શિક્ષણ માત્ર જાણકારી પૂરી પાડવા માટે નથી , પરંતુ માર્ગદર્શન અને પ્રેરણા આપવાની ક્ષમતા પણ હોય છે. આ AI ક્યારેય કરી શકે તેમ નથી
કલાકારો અને કારીગરો કૌશલ્ય, ક્રિએટિવિટી અને તેમની અદભુત કલા સુધી AI નું પહોંચવું મુશ્કેલ છે
લોકોમાં રોમાંચ અને તેમને આશ્ચર્યચકિત કરતી ટેગલાઇન, લેખનમાં ભાવના ઉમેરવા જેવા કલાત્મક કાર્યો સુધી AIનું પહોંચવું મુશ્કેલ છે
સંગીત અને અભિનય દ્વારા માનવ લાગણીઓ, પ્રેક્ષકો સાથેનો સંબંધ બાંધવો એ તેમની આગવી ઓળખ છે. AI ક્યારેય આ ક્ષેત્રમાં માનવીય ક્ષમતાને ને પાછળ નહિ પાડી શકે.
જટિલ અને સખત તર્ક, વાટાઘાટો, અને લાગણીશિલ અભિગમ એ એક માનવ એડવોકેટ કરી શકે છે. આમાં AI ક્યારેય સંપૂર્ણ રીતે બદલવા ન લાવી શકે
વિજ્ઞાન વધુમાં વધુ નવીનતા અને સૃજનાત્મક વિચારોની સાથે આગળ વધે છે, આ માનવીય બુદ્ધિ અને અનુભવથી આવે છે. અહીંયા AI માટે માનવ મગજથી ઉપર વિચારવું એ સંભવ નથી