ગ્રાહકોમાં રોયલ એનફિલ્ડ બાઇકનો ઘણો ક્રેઝ છે, પરંતુ શું તમે જાણો છો કે કંપનીની સૌથી સસ્તી બાઇક કઈ છે?
Royal Enfield કંપનીની સૌથી સસ્તી મોટરસાઇકલનું નામ છે Hunter 350 છે, ચાલો આજે અમે તે બાઇકની કિંમત અને ફીચર્સ વિશે જણાવીશું.
આ બાઇકના બે વેરિઅન્ટ્સ છે, રેટ્રો હન્ટર અને મેટ્રો હન્ટર, કિંમત રૂ. 1,49,900 (એક્સ-શોરૂમ) થી રૂ. 1,74,655 (એક્સ-શોરૂમ) છે.
આ બાઇકમાં 349 cc BS6 એન્જિન છે જે 20.2BHP પાવર જનરેટ કરે છે.
કંપનીની ઓફિશિયલ સાઈટ અનુસાર, આ બાઇક એક લીટરમાં 36.5km સુધી ચાલી શકે છે પરંતુ બાઈક ચલાવવાની સ્ટાઈલ પર આધાર રાખે છે.
આ બાઇકમાં ટ્યૂબલેસ ટાયર, ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્યુઅલ ચેનલ ABS, એલોય વ્હીલ્સ અને ચાર્જિંગ માટે USB પોર્ટ હશે.
આ બાઇક TVS Ronin 225ને ટક્કર આપે છે, આ બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 1,49,200 (એક્સ-શોરૂમ) છે, જ્યારે ટોપ વેરિઅન્ટ માટે તમારે રૂ. 1,72,700 (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે.