ઉનાળાની સિઝન શરૂ થતાં જ પરવળ વેચાવા લાગે છે અને લોકોને પણ પરવળનું શાક ખૂબ જ ભાવતું હોય છે. પરવળ ખાવાથી શરીરમાં પણ કેટલાક ફેરફાર થાય છે, તો ચાલો જાણીએ પરવળનું શાક ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય
હંમેશા સ્વસ્થ રહેવા માટે ખાસ કરીને ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ માટે ડાયટમાં પોષક તત્વો યુક્ત વસ્તુઓ સામેલ કરવી જોઈએ.
પરવળમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, ફાઈબર, આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
પરવળમાં હેલ્ધી ફાઈબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. પરવળ ખાવાથી મળ ત્યાગ કરવામાં પણ સરળતા રહે છે અને કબજિયાતમાંથી પણ છૂટકારો મળે છે.
પરવળમાં કેલેરી અને ફેટ ઓછા પ્રમાણમાં હોય છે. આથી પરવળનું શાક ખાઈએ તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના પરિણામે જલ્દી ભૂખ નથી લાગતી અને આપણે ઓવર ઈટિંગથી બચી જઈએ છે. આમ પરવણ આપણું વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
પરવળમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ અને પોલિફેનોલ હોય છે, જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આથી પરવળ ખાવાથી હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા થવાનો ખતરો ટળી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પરવળ સારું માનવામાં આવે છે. પરવળ ખાવાથી બ્લડસુગર લેવલ કંટ્રોલ રહે છે. જેને તમે ડાયટમાં સામેલ કરી શકો છો.
પરવળમાં વિટામિન C અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ હોય છે. આથી પરવળનું શાક ખાવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. જેનાથી શરીરમાં ઈન્ફેક્શન થવાનો ખતરો નથી રહેતો.