Garlic Side Effects: આ લોકો ભૂલથી પણ ના ખાય લસણ, નહીંતર શરીરને થશે ગંભીર નુકસાન


By Sanket M Parekh19, Apr 2025 03:02 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે સારું

આમ તો લસણ ખાવું સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે, પરંતુ કેટલીક સમસ્યામાં લસણ ખાવાનું ટાળવું શરીર માટે ફાયદેમંદ મનાય છે.

લસણના નુકસાન

તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ લસણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ એવી કંઈ શારીરિક સમસ્યામાં લસણ બિલકુલ ના ખાવું જોઈએ.

લો બ્લડ પ્રેશર

જો તમારું બ્લડ પ્રેશર લો રહેતું હોય, તો તમારે લસણ ના ખાવું જોઈએ. લસણ ખાવાથી એકદમ જ બ્લડ પ્રેશર ઘટી શકે છે.

લોહીની ઉણપ

જો તમારા શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય, તો પણ તમારે ક્યારેય લસણ ના ખાવું જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં લસણ ખાવાથી લોહીની ઉણપ વધી શકે છે.

પાચનની સમસ્યા

જો તમારા પેટમાં પણ બળતરા, દુખાવો, ઝાડા કે અલ્સર જેવી સમસ્યા રહેતી હોય, તો તમારે લસણ ખાવાનું ટાળવું જ જોઈએ.

ગર્ભાવસ્થામાં ના ખાશો

સગર્ભા સ્ત્રી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પણ લસણ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. હકીકતમાં લસણની તાસીર ગરમ હોવાથી ગર્ભસ્થ શિશુ પર વિપરિત અસર થઈ શકે છે.

કઈ કાળજી રાખવી

આ ચાર સમસ્યામાં લસણ ના ખાવામાં આવે, તો જ શરીરને ફાયદો થાય છે.જો તમને ઉપરોક્ત સમસ્યા હોય છતાં તમે લસણનું સેવન કરો, તો તમારી તકલીફ વધી પણ શકે છે.

Jaggery in Summer: ઉનાળામાં ગોળ કેમ ન ખાવો જોઈએ?