જાહેર ક્ષેત્રની અગ્રણી ભારતીય સ્ટેટ બેંક (SBI)એ 30 જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 16,884 કરોડનો નફો નોંધાવ્યો છે.
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેને પોતાનો નફો બે ગણાથી વધારે વધીને રૂપિયા 16,884 કરોડ થયો છે. NPAમાં ઘટાડો અને વ્યાજની આવકમાં વધારો થવાથી નફો વધ્યો છે.
બેંકે અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂપિયા 6,068 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેંકની કુલ આવક પણ રૂપિયા 1,08,039 કરોડ રહી છે,જે અગાઉની અવધિમાં રૂપિયા 74,939 કરોડ હતી.
સમીક્ષા હેઠળની અવધિમાં બેંકે વ્યાજમાંથી રૂપિયા 95,975 કરોડની આવક મેળવી છે,જે એક વર્ષ અગાઉ રૂપિયા 72,676 કરોડ હતી.