શ્રાવણ માસમાં ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરો પર ભક્તોની ભારે ભીડ જામતી હોય છે, તમે ગુજરાતના પ્રખ્યાત શિવલિંગના દર્શન કરવા જઈ શકો છો.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સોમનાથ વેરાવળ ખાતે આવે છે.
ગુજરાતનું સુપ્રસિધ્ધ ભડકેશ્વર મહાદેવ મંદિરનું દ્વારકા ખાતે આવેલ છે.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી બીજુ એક મંદિર ગુજરાતના દ્વારકા જિલ્લામાં નાગેશ્વર ખાતે ભગવાન ભોળઆનાથનું મોટું શિવલિંગ આવેલ છે.
ગુજરાતમાં પ્રખ્યાત શિવ મંદિરોમાનું એક જૂનાગઢની ભવનાથ તળેટીમાં બીરાજમાન ભવનાથ મહાદેવનું મંદિર આવેલ છે.
ગુજરાતમાં પ્રખ્યાત શિવ મંદિરો પૈકીનું એક કચ્છ જિલ્લામાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
ગુજરાત પ્રખ્યાત શિવ મંદિરોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એવલ તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
ગુજરાતના ફેમસ શિવ મંદિરો પૈકીનું એક નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગરમાં આવેલ છે.
ગુજરાતના પ્રખ્યાત મહાદેના મંદિર પૈકીનું એક ડાકોરમાં ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.