પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભગવાન ભોળાનાથને રીજવવા અને દર્શન કરવા માટે ભક્તોની શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે.
આજે અમે તમને ભારતના શ્રેષ્ઠ શિવલિંગ વિશે જણાવીશું, જ્યાં તમે શ્રાવણ માસમાં મુલાકાત કરી શકો છો.
બાર જ્યોતિર્લિંગ પૈકાનું એક હિમાલયમાં પ્રાચીન કેદારનાથ મહાદેવનું મંદિર આવેલ છે.
ભારતમાં શ્રેષ્ઠ શિવલિંગની યાદીમાં વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત કરી શકો છો.
બાર જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સોમનાથના દરિયા કિનારે આલેલ છે, અહીં તમે શ્રાવણ માસમાં ભગવાન શિવના દર્શન કરી શકો છો.
બાર જ્યોતિર્લિંગો પૈકીનું સુપ્રસિધ્ધ મહાદેવનું મંદિર ઉજ્જૈનમાં આવેલ છે, અહીં તમે ભગવાન શિવનો ભસ્મ અવતાર જોઈ શકો છો.
ચારધામની યાત્રા પૈકીનું એક સ્થાન એટલે રામનાથ સ્વામી મંદિર જે રામેશ્વરમ ખાતે આવે છે.
બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક આ મહાદેવનું મંદિર ઝારખંડ ખાતે આવેલ છે, આ મંદિરને બાબાના ધામ તરિકે પણ ઓળખવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન તમે કુદરતી બરફના શિવલિંગના દર્શન તમે જમ્મુ અને કાશ્મીરમાં આવેલ અમરનાથ ગુફા મંદિરમાં કરી શકો છો.
ઓડિશામાં ભુવનેશ્વર ખાતે આવેલ ભગવાન શિવનું સૌથી જૂનું મદિર આવેલ છે, જેને લિંગરાજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક મંદિર આંધ્ર પ્રદેશમાં શ્રીશૈલમ ખાતે આવેલ છે,ભગવાન શિવના આ મંદિરને મલ્લિકાર્જુન તરીકે ઓળખવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન તમે ભગવાન શિવલિંગના દર્શન કરી શકો છો, માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.