4 સરળ સ્ટેપમાં બનાવો, સમર સ્પેશિયલ સત્તુ શરબત


By Smith Taral02, Jun 2024 04:32 PMgujaratijagran.com

ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા માટે આપણે ઘણા પ્રકારના ડ્રીન્ક પીતા હોઈએ છે, આમાં તમે સત્તુના શરબતનો પણ સમાવેશ કરી શકો છો. સત્તુનો શરબત શરીરને પુરતા પ્રમાણમાં ઠંડક આપે છે અને સ્વાસ્થ્યને જાળવી રાખે છે

સામગ્રી

સત્તુ પાવડર, ઠંડું પાણી, ગોળ અથવા ખાંડ, કાળું મીઠું અને લીંબુનો રસ

સ્ટેપ 1

એક ગ્લાસમાં થોડું ઠંડુ પાણી લો

સ્ટેપ 2

હવે તેમા બે ચમચી સત્તુ પાવડર નાખી તેને થોડી વાર માટે સ્થિર રહેવા દો જેથી તે તળિયે બેસી જાય.

સ્ટેપ 3

હવે તેમા ખાંડ અથવા ગોળ પાવડર અને એક ચપટી કાળું મીઠું ઉમેરો.

સ્ટેપ 3

હવે તેમા ખાંડ અથવા ગોળ પાવડર અને એક ચપટી કાળું મીઠું ઉમેરો.

સ્ટેપ 4

હવે તેમાં થોડો લીંબુનો રસ નિચોવો અને સારી રીતે મિક્સ કરી લો. હવે તેને ઠંડો સર્વ કરો

નાભિમાં ઇન્ફેક્શન કેમ થાય છે? જાણી લો બચવાના ઉપાય