સત્તુના લાડવા ઘરે કેવી રીતે બનાવવા, ચાલો જાણીએ


By Vanraj Dabhi05, Sep 2023 03:26 PMgujaratijagran.com

જાણો

તમે ચણાના લોટના લાડવા તો ખાધા જ હશે પરંતુ શું તમે ક્યારેય સત્તુના લાડવા ખાધા છે? તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે,ઉપરાંત તે ઉનાળામાં શ્રેષ્ઠ સાબિત થાય છે,આવી સ્થિતિમાં ચાલો જાણીએ તેને ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

સત્તુનો લોટ- 1 કપ,ગોળ પાવડર-અડધો કપ,ઘી - 3 ચમચી, એલચી પાવડર.

સ્ટેપ-1

સત્તુના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં એક ચમચી ઘી નાખો,હવે આ ઘી ને બરોબર ગરમ કરો,આ સમય દરમિયાન ગેસને ધીમી આંચ પર રાખો.

સ્ટેપ-2

હવે આ ગરમ ઘીમાં સત્તુનો લોટ નાખીને શેકી લો, સત્તુનો કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને રાંધો, આ પછી ગેસ બંધ કરો.

સ્ટેપ-3

આ સત્તુના લોટમાં ગોળ અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરો,ત્યાર બાદ આ મિશ્રણમાં બે ચમચી ઘી નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

ગરમ સત્તુ મિશ્રણથી લાડુ બનાવવાનું શરૂ કરો , જો લાડુ યોગ્ય રીતે બનાવવામાં ન આવ્યા હોય તો તેમાં જરૂર મુજબ થોડું ઘી નાખી શકો છો.

સ્ટેપ-5

ઘી મિક્સ કર્યા પછી સત્તુ ગરમ રહે ત્યાં સુધી ઝડપથી બધા લાડુ તૈયાર કરો, આમ કરવાથી આ લાડુ તૂટવાથી બચશે અને સરળતાથી બની જશે.

સ્ટેપ-6

સત્તુના લાડુ બનાવ્યા પછી તમે તેની ઉપર ડ્રાય ફ્રટ્સ પણ લગાવી શકો છો.આ પછી તેને એર ટાઈટ કેન્ટેનરમાં સ્ટોર કરો.

વાંચતા રહો

આ લાડુ તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો, સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લોકસભા ચૂંટણી અગાઉ બજારમાં 10 ટકા સુધી તેજીની શક્યતા:મોર્ગન સ્ટેન્લી