સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સરગવો સારો. ઘણા લોકો તેનું શાક પણ બનાવે છે જ્યારે ઘણા લોકો કઢી પણ બનાવે છે. આજે સરગવાની કઢી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં તમને જણાવશે.
સરગવો: 2 મોટી શીંગ, છાસ: 2 કપ, બેસન: 2 ચમચી, હળદર: 1/2 ચમચી, લાલ મરચું પાવડર: 1/2 ચમચી (સ્વાદ અનુસાર), મીઠું: સ્વાદ અનુસાર, તેલ: 2 ચમચી, રાઈ: 1/2 ચમચી, મેથી: 1/2 ચમચી, જીરું: 1/2 ચમચી, હિંગ: એક ચપટી, કોથમીર: બારીક કાપેલી (ગાર્નિશ માટે).
સરગવાને ધોઈને સાફ કરો. એક ઈંચના ટૂકડામાં કાપી તેને ગરમ પાણીમાં ઉકાળી લો. અને બરાબર કાઢી લો. પાણી કાઢી નાખો અને સરગવાને છાણણીમાં રાખો. તમે બાફ્યા વગર પણ સરગવાનો ઉપયોગ કરી શકો છો. તેનો ટેસ્ટ પણ સારો આવશે.
એક બાઉલમાં બેસન લો અને તેમાં થોડું પાણી ઉમેરીને ગાઠો રહ્યા વગર સરળ પેસ્ટ તૈયાર કરો.
એક મોટા બાઉલમાં છાસ લો, છાસ ન હોય તો દહીંને લઈ શકો છો પરંતુ તેને ફેટી લો. તેમાં ચણાનો લોટ, હળદર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ધીમે ધીમે પાણી ઉમેરીને મિશ્રણને પાતળું કરો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમા રાઈ, જીરું, હીંગ ઉમેરો. પછી તેમા બાફેલા સરગવાની સિંગો ઉમેરો. હવે તેમા કઢીનું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેમાં તમે આદુ-મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કઢીને ઉકાળો આવે ત્યાં સુધી રાંધો અને પછી ગેસ ધીમો કરી દો. બરાબર કઢી બની ગયા પછી ગેસ બંધ કરી દો.
કઢી પર કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો. ગરમા ગરમ કડક રોટલી પર ઘી લગાવી આ સરગવાની કઢીનો આનંદ માણો. વારંવાર સરગવાની કઢી બનાવવાનું મન થાશે.