માર્કેટમાં વિવિધ પ્રકારના મિલ્ક શેક મળતા હોય છે, તમે પણ મિલ્કશેક ટ્રાય કર્યો હશે, આજે આપણે ઘરે ચીકુનો મિલ્કશેક બનાવવાની રીત જાણીશું.
ચીકુ પાકેલા, મધ, ખાંડ, ક્રીમ, દૂધ,ચેરી.
સૌપ્રથમ ચીકુને સારી રીતે ધોઈ લો અને તેની છાલ ઉતારી લો.
હવે તેના નાના નાના ટુકડા કરી લો.
હવે એક મિક્સર જારમાં ચીકુના ટુકડા, ક્રીમ, ખાંડ, મધ અને દૂધ ઉમેરીને બરાબર ગ્રાઈન્ડ કરી લો.
હવે તેને ગ્લાસમાં ભરી ઉપરથી ચેરી ગાર્નિશ કરો.
તૈયાર છે ચીકુનો યુનિક મિલ્કશેક તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.