ક્રિસ્પી અને ક્રન્ચી સમોસા ઘરે બનાવવા હોય તો, આ રેસીપી ઝડપથી નોંધી લો


By Jivan Kapuriya21, Aug 2023 02:58 PMgujaratijagran.com

જાણો

સમોસા ખાટી ચટણી સાથે ખાવાથી ટેસ્ટી બને છે.બજારના સમોસા સારા હોય છે,પરંતુ સ્વચ્છતા પ્રમાણે ઘરમાં બનેલા સમોસા વધુ સારા હોય છે,સમોસા બાનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણો.

સમોસાની સામગ્રી

1-2 કિલો બટાકા, 1-2 કિલો મેંદાનો લોટ,તેલ જરૂર મુજબ,અજમો- અડધી ચમચી,મીઠું સ્વાદ મુજબ,જીરું - 1 ચમચી,હળદર અડધી ચમચી,લીલા મરચા 3 સમારેલ, આદુની પેસ્ટ -2 ચમચી,ધાણા-જીરું પાવડર 1-2 ચમચી,કાળા મરી પાવડર- અડધી ચમચી, ગરમ મસાલો- 1 ચમચી,કોથમીર 2 ચમચી સમારેલ,કાજુ-કિસમિસ 2 ચમચી.

સ્ટેપ-1

સૌથી પહેલા એક બાઉલમાં મેંદાનો લોટ, ઘી અથવા તેલ 2 ચમચી,મીઠું,અજમો,પાણી નાખીને કઠણ લોટ બાંધી લો અને તેને 10 મિનિટ સેટ થવા દો.

સ્ટેપ-2

બટાકાને કૂકરમાં બાફીને તેની છાલ કાઢીને છુંદો કરી લો.એક પેનમાં જરૂર મુજબ તેલ નાખીને ગરમ કરો.

સ્ટેપ-3

જ્યારે તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું, લીલા મરચાનું કટિંગ,આદુ-લસણની પેસ્ટના સાથે બીજા મસાલા અને કાજુ-કિસમિસ નાખ્યા પછી બટાકાનો છુંદો નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-4

જ્યારે બટાકા ઓછા ગોલ્ડ કલરના થાય ત્યારે તેમાં કોથમીર નાખીને ઠંડુ થવા દો.સમોસા માટે બટાકાનો મસાલો તૈયાર છે.

સ્ટેપ-5

હવે લોટમાંથી નાના નાના બોલ બનાવો પછી તેને સમોસા આકારમાં વણી તેમાં બટાકાનો મસાલો ભરીને પ્લેટમાં રાખો.

સ્ટેપ-6

એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો અને ફુલ ગરમ તેલમાં બધા સમોસાને નાખીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુઘી તળી લો.

સર્વ કરો

લો તમારા ક્રિસ્પી સમોસા તૈયાર છે, તેમે તેને લીલી ચટણી અને લાલ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

જો તમને રેસીપી ગમી હોય તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગુજરાતી સ્ટાઇલમાં ઘરે ખમણ ઢોકળા બનાવવાની સરળ રીત, સ્ટેપ બાય સ્ટેપ રેસીપી નોંધી લો