ગુજરાતી સ્ટાઇલમાં ઘરે ખમણ ઢોકળા બનાવવાની સરળ રીત


By Jivan Kapuriya21, Aug 2023 02:49 PMgujaratijagran.com

જાણો

ખમણ ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે. જે સ્વાસ્થ્ય માટે હેલ્દી છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.તમે તેને સવારે બ્રેકફાસ્ટ કે કોઈપમ સમયે નાસ્તા સ્વરૂપે ખાઈ શકો છો. આવો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

ચણાનો લોટ- 1 કપ,હળદર -1-4 ચમચી,ખાવાનો સોડા 1-4 ચમચી, બેકિંગ સોડા પાવડર- 1-2 ચમચી,તેલ - 2 ચમચી,લીલા મરચા -2 સમારેલ,મીઠા લીમડાના પાન -5-7,રાય -1-2 ચમચી,ખાંડ 1 ચમચી,લીંબુનો રસ -2 ચમચી, મીંઠુ સ્વાદ મુજબ.

સ્ટેપ-1

સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું,હળદર નાખી પછી તેમાં પાણી નાખો અને પરફેક્ટ બેટર તૈયાર કરીશું,તેને સેટ થવા માટે 10-15 મિનિટ માટે રાખી મૂકો.

સ્ટેપ-2

હવે આ બેટરમાં બેકિંગ પાવડર નાખો અને તેને સારી રીતે હલાવો કોઈ ગઠ્ઠા ન રહે તેનું ધ્યાન રાખો. તેને રાંધવા માટે સ્ટીમ પોટ લો અને તેને તેલથી ગ્રીસ કરો.

સ્ટેપ-3

તેને લગભગ 20 મિનિટ વરાળમાં રાંધી લો.તે યોગ્ય રીતે રાંધવામાં આવ્યું છે કે નહીં તે તપાસવા માટે તમે છરી અથવા સ્ક્રીવરની મદદ લઈ શકો છો.

સ્ટેપ-4

ઢોકળા રંધાઈને તૈયાર છે હવે ટેમ્પરિંગ માટે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં સરસવ, મીઠો લીમડો,લીલા મરચાનું કટિંગ નાખીને વઘારી લો.

સ્ટેપ-5

હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખીને ચણાના લોટમાંથી બનાવેલા ઢોકળા પર નાખો પછી કોથમીર નાખીને ગાર્નિશ કરી લો.

સર્વ કરો

હવે તમારા ગુજરાતી સ્ટાઇલમાં ઢોકળા તૈયાર છે.તમે તેને આમલી અથવા કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મહારાષ્ટ્રના આ ફેમસ ફૂડ્સની મજા માણો