54 વર્ષની વયે પણ ભાગ્યશ્રી જેવી ફિટનેસ મેળવવા ફૉલો કરો આ રૂટીન


By Sanket M Parekh30, Aug 2023 04:38 PMgujaratijagran.com

ઉમદા અભિનેત્રી

90ના દાયકામાં એક્ટ્રેસ ભાગ્યશ્રીએ અનેક ફિલ્મોમાં ઉમદા અભિનય કર્યો હતો. આજે પણ ફેન્સ એક્ટ્રેસની ફિટનેસ અને સુંદરતા પર ફિદા થઈ રહ્યાં છે.

યંગ

54 વર્ષની વયે પણ અભિનેત્રી ખૂબ જ જવાન લાગી રહી છે. દરેક જણ ભાગ્યશ્રી જેવી ફિટનેસ મેળવવા માંગે છે. એવામાં આજે અમે તમને એક્ટ્રેસની ફિટનેસ અને ડાયટ સીક્રેટ જણાવવા જઈ રહ્યાં છે, જેને તમે પણ ટ્રાય કરી શકો છો.

ફ્રેશ ફ્રૂટ્સ અને ગ્રીન વેજીટેબલ્સ

ભાગ્યશ્રી ડેઈલી ડાયટમાં લીલા શાકભાજી અને ફ્રેશ ફ્રૂટ્સ અને જ્યૂસ જરૂર હોય છે. એક્ટ્રેસ જંક ફૂડ અને ઑઈલી ખાવાથી અંતર જાળવી રાખે છે.

એક્સરસાઈઝ

આ ઉપરાંત એક્ટ્રેસના ડેઈલી રૂટીનમાં ભાગ્યશ્રી જિમમાં જઈને એક્સરસાઈઝ કરીને કલાકો સુધી પરસેવો પાડે છે. જેને એક્ટ્રેસ ક્યારેય સ્કીપ નથી કરતી. અવારનવાર એક્ટ્રેસ પોતાના વર્કઆઉટના વીડિયો શેર કરતી રહે છે.

હેલ્ધી ડ્રીન્ક

એક વીડિયોમાં ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, તે વર્કઆઉટ સેશન બાદ એક નારિયેળ પાણી જરૂર પીવે છે. જે તેની બૉડીને તાત્કાલિક એનર્જી અને હાઈડ્રેટ કરે છે. આ સાથે જ તે વેટ લોસમાં પણ મદદરૂપ છે.

યોગા

આ સાથે જ અભિનેત્રી સપ્તાહમાં 3-4 દિવસ યોગા પણ કરે છે. જે તેની બૉડીને ફ્લેક્સિબલ બનાવે છે.

હેલ્થ બૉડી

આ બધાની સાથે એક્ટ્રેસ ખુદને ફિટ રાખવા માટે ઘરનું બનાવેલુ ભોજન, વૉક, સાઈકલિંગ અને 6-8 કલાક પૂરતી ગાઢ ઊંઘ જરૂર લે છે.

રાતો-રાત દેશ છોડીને વિદેશમાં જઈને વસી ગઈ આ એક્ટ્રેસેસ, બૉલિવૂડ સાથે પણ છેડો ફાડ્યો