ઘરેલુ બજારમાં યાત્રી વાહનોનું જથ્થાબંધ વેચાણ જુલાઈ મહિનામાં વાર્ષિક ધોરણ પર 2.94 ટકા વધી 3,02,521 યુનિટ થઈ ગયું છે.
દ્વિ ચક્રિય વાહનોનું ઘરેલુ વેચાણ જુલાઈ 2022માં ઉત્પાદકો દ્વારા ડીલર્સને 2,93,865 યાત્રી વાહનોનો પુરવઠો પૂરો પાડ્યો હતો.
જુલાઈમાં દ્વિ ચક્રિય વાહનોનું ઘરેલુ વેચાણ ઘટીને 12,82,054 યુનિટ રહ્યું છે. જુલાઈ 2022માં આ વેચાણ 13,81,303 યુનિટ રહ્યું હતું. આ દરમિયાન ત્રણ ચક્રિય વાહનોનું વેચાણ 56,034 યુનિટ રહ્યું છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં 31,324 યુનિટ છે.
તમામ શ્રેણીમાં કેટલાક વાહનોનું વેચાણ 16,40,727 યુનિટ રહ્યું છે, જ્યારે જુલાઈ 2022માં આ આંકડ 17,06,545 યુનિટ હતું. એકંદરે આગામી તહેવારોમાં વાહન ઉદ્યોગોને સમર્થન મળી શકે છે.