શિયાળામાં ગરમાગરમ ઢોસા-સાંભાર ખાવાની મજા જ કંઈક અનેરી છે. પરંતુ ઘણા લોકોથી ક્રિસ્પી ઢોસા ઘરે બનતા નથી. તો ચાલો આજે જ તમારી સમસ્યાનું નિરાકરણ કરીએ અને તમને કેટલીક અદ્ભુત રીત જણાવીએ જે તમને માત્ર ઢોસા ક્રિસ્પી જ નહીં પણ ક્રન્ચી પણ બાનાવશે.
ઢોસા બનાવતા પહેલા તેમાં એક કપ સોજી નાખીને બેટરમાં મિક્સ કરો. આ ઘટ્ટ દ્રાવણ વડે ઢોસા બનાવશો તો તે ક્રિસ્પી અને ક્રન્ચી બની જશે.
ઢોસા બનાવતી વખતે દાળ અને ચોખા સાથે મુઠ્ઠીભર પોહા મિક્સ કરો. આ ઢોસાને ક્રિસ્પી અને ટેસ્ટી બનાવશે.
માત્ર ઢોસાની સામગ્રીને પીસવાથી તે તૈયાર નહીં થાય. આ માટે ઘણી પ્રક્રિયાઓ અપનાવવી જરૂરી છે.
ઢોસાનું બેટર બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ધીમે ધીમે પાણી મિક્સ કરો.આનાથી સારું બેટર બને છે.
ઢોસાના બેટરમાં ખમીર વધારવા માટે તેને લગભગ 8 થી 9 કલાક સુધી ઢાંકીને રાખવું પડશે. તેને ગરમ જગ્યાએ ઢાંકીને રાખો.
ધ્યાન રાખો કે બેટર બહુ પાતળું કે બહુ જાડુ ન હોવું જોઈએ.આ બેટર સાથેનો ઢોસા એકદમ ક્રિસ્પી બનશે.
જો તમારે સહેજ સ્પોન્જી ઢોસા જોઈએ છે તો બેટર બનાવતી વખતે અડદની દાળની માત્રા વધારવી.આનાથી ઢોસા ક્રિસ્પી અને સ્પોન્જી પણ બનશે.