કાનનો મેલ કાઢવાની સાચી રીત કઈ છે? જાણી લો


By Vanraj Dabhi21, Mar 2025 05:41 PMgujaratijagran.com

કાન સાફ કરવા

કાનમાં મેલ જમા થવો એ એક સામાન્ય પ્રક્રિયા છે, કાનનો પડદો અને આંતરિક અવયવો ખૂબ જ નાજુક હોય છે અને બહારની ધૂળ અને ગંદકીને કારણે ચેપ લાગી શકે છે.

સાંભળવામાં મુશ્કેલી

જ્યારે કાનમાં મેલ વધી જાય ત્યારે તે સાંભળવાની સમસ્યાઓનું કારણ બની શકે છે અને તેથી તેને દૂર કરવું જરૂરી છે.

સામાન્ય રીત

સામાન્ય રીતે લોકો કાનમાં જમા થયેલો મેલ કાઢવા માટે કોઈપણ પાતળી અને તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરે છે.

કાનનો મેલ સાફ કરવાની રીત

કાનની અંદર જામી ગયેલ મેલને દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો, જેનીથી તમારા કાનમાં જામેલ મેલ સરળ રીતે સાફ થઈ જશે.

બદામનું તેલ

કાનનો મેલ સાફ કરવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કાનમાં તેલના એક-બે ટીપાં નાખો. 5 મિનિટ પછી કાન સાફ કરો.

બેકિંગ સોડા

બેકિંગ સોડા એ ઇયરવેક્સ દૂર કરવા માટેનો સૌથી સરળ ઘરેલું ઉપાય છે.

સરસવ, ઓલિવ અને નાળિયેર તેલ

તમે કાનનો મેલ સાફ કરવા માટે સરસવ,ઓલિવ અને નારિયેળનું તેલનો ઉપયોગ કરી શકો છો.

બેબી ઓઇલ

તમારા કાનમાં બેબી ઓઈલના 3 થી 4 ટીપાં નાખીને તેને રૂંથી બંધ કરી દો અને 5 મિનિટ પછી રૂં કાઢી લો. તેનાથી ઈયરવેક્સ આપોઆપ બહાર આવે છે.

લસણ તેલ

કાનને ઈન્ફેક્શનથી દૂર રાખવા ઉપરાંત લસણનું તેલ ઈયરવેક્સને પણ દૂર કરી શકે છે. તમે બંને કાનમાં એક ચમચી હૂંફાળું તેલ નાખશો એટલે મેલ બહાર આવશે.

એપલ સીડર વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ

તમે કાનનો મેલ સાફ કરવા માટે એપલ સીડર વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

હૂંફાળું પાણી

તમે હૂંફાળું પાણી રૂની મદદથી કાનની અંદર નાખીને થોડીક સેકન્ડ સુધી રાખ્યા બાદ કાન ફેરવીને પાણી બહાર કાઢી લો.

મીઠા વાળું પાણી

અડધો કપ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી તેને એક સુતરાઉ કાપડ પલાળી તમારા કાનમાં પાણીના ત્રણથી ચાર ટીપાં નાખો. આ ઘરગથ્થુ ઉપાય કાનમાં ફસાયેલા વેક્સને સરળતાથી દૂર કરી દેશે.

ડુંગળીનો રસ

સૌપ્રથમ ડુંગળીને શેકીને તેનો રસ કાઢીને પછી રૂની મદદથી કાનની અંદર થોડા ટીપાં નાખો. આનાથી કાનમાંથી ગંદકી સરળતાથી નીકળી જશે.

ગ્લિસરીન

આ પદ્ધતિનો ઉપયોગ ઘણીવાર કાનના મેલને દૂર કરવા માટે થાય છે. ડ્રોપરની મદદથી કાનની અંદર ગ્લિસરીનના 3-4 ટીપાં નાખો અને મેલ ફૂલીને બહાર આવશે.

સુતરાઉ કપડા વડે સાફ કરો

સ્નાન કર્યા પછી તમે તમારા કાનને સુતરાઉ કપડા વડે કાનની અંદર અને બહાર ઘસીને સાફ કરો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પોસ્ટ ઓફિસ: 1 લાખ રૂપિયામાં મેળવો રૂપિયા 1.44, કેવી રીતે 10 લાખના મળશે રૂપિયા 4.