સદગુરુ જગ્ગી વાસુદેવ સોશિયલ મીડિયા પર ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમના ઉપદેશના વીડિયો વાયરલ થાય છે.
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવની પુત્રી રાધે જગ્ગી કોણ છે?
આજે અમે તમને જણાવીશું કે, સદગુરુની પુત્રી રાધે જગ્ગી શું કરે છે. તે ઘણીવાર તેના પિતા સાથે કાર્યક્રમોમાં જોવા મળે છે.
આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની પુત્રી રાધે જગ્ગી, એક જાણીતા ભરતનાટ્યમ કલાકાર અને યોગ ગુરુ પણ છે.
ભરતનાટ્યમમાં ડિપ્લોમા ઉપરાંત તેણીએ આર્ટ્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું છે.
તેમણે હાર્વર્ડ સમર સ્કૂલમાંથી પત્રકારત્વ અને બિઝનેસ લીડરશીપના અભ્યાસક્રમો પણ પૂર્ણ કર્યા છે.
રાધેય જગ્ગીએ કલાક્ષેત્રમાં ભરતનાટ્યમની તાલીમ લીધી હતી, જે પ્રખ્યાત રુક્મિણી દેવી અરુંદલે દ્વારા સ્થાપવામાં આવેલી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ હતી!
પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મશ્રી લીલા સેમસન રાધે જગ્ગીના ગુરુ છે.
રાધે જગ્ગીના પતિ સંદીપ નારાયણ ભારતીય શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયકોમાંના એક છે.