સાબુદાણામાંથી આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી વડા, જાણી લો રેસીપી


By Jivan Kapuriya17, Aug 2023 01:19 PMgujaratijagran.com

જાણો

સાબુદાણાના વડાએ બટેકા અને સાબુદાણામાંથી તૈયાર કરેલ એક ઉત્તમ ટેસ્ટી ણી ક્રિસ્પી નાસ્તો છે. તમે તેના નાળિયેર ચટણી અથવા બટેટાના શાક સાથે સર્વ કરી શકો છો.

રેસીપી

બધા લોકોને આ ટેસ્ટી અને ક્રિસ્પી વાનગી પસંદ આવશે, આવો જાણીએ તેની સરળ રેસીપી.

સામગ્રી

સાબુદાણા,બટાકા,મગફળી,કોથમીર, લાલ મરચું પાવડર,કેપ્સિકમ સમારેલ,લીંબુનો રસ, તેલ,મીઠું સ્વાદ મુજબ.

સ્ટેપ-1

સૌથી પહેલા એક કપ સાબુદાણા લો અને તેને લગભગ 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.

સ્ટેપ-2

અંદાજે 4 બાફેલા બટાકા લો, તેને એક બાઉલમાં કાઢીને મેશ બનાવો.

સ્ટેપ-3

હવે સાબુદાણાને પાણીમાંથી કાઢીને ગાળી લો અને તેને છુંદેલા બટેકમાં નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

મગફળીનો બારીક પીસીને આ મિશ્રણમાં મિક્સ કરો.

સ્ટેપ-5

સાથે તેમાં લાલ મરચું પાવડર,કોથમીર,મીઠું અને કેપ્સિકમ નાખો.

સ્ટેપ-6

હવે આ તૈયાર મિશ્રણમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-7

તેમાંથી ગોળ આકારના વડા બનાવો અને બાજુમાં એક ગેસ પર પેનમાં તેલ નાખીને ગરમ કરો.

સ્ટેપ-8

હવે તેલ ગરમ થાય એટલે આ ગોળ વડા તેમાં નાખો.

સ્ટેપ-9

હવે તેને સારી રીતે તળી લો,જ્યાં સુધી ગોલ્ડ બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તળો અને પછી એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-10

હવે તમારા વડા તૈયાર છે. તેને તમે ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ટેસ્ટી અને ક્રન્ચી આલૂ કોફતા તમે આ રીતે ઘરે બનાવી શકો છો