ટેસ્ટી અને ક્રન્ચી આલૂ કોફતા તમે આ રીતે ઘરે બનાવી શકો છો


By Jivan Kapuriya17, Aug 2023 01:09 PMgujaratijagran.com

બટાકાના કોફતા

તમે બટાકામાંથી બનતા ઘણા પ્રકારના શાક તો બનાવ્યા જ હશે.પરંતુ શું તમે ક્યારેય બટાકાના કોફતા બનાવ્યા છે?.

જાણો

તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આવો જાણીએ પરફેક્ટ અને ટેસ્ટી આલૂ કોફ્તા કેવી રીતે બનાવવા.

સામગ્રી

4 મોટા બાફેલા બટાકા,1 કપ એરોરૂટ પાવડર,3 ટમેટા ઝીણી સમારેલ,3 ડુંગળી સમારેલ,કાજુ 12-15 નંગ,જીરું 1-2 ચમચી,તમાલપત્ર-2,હળદર-1-2 ચમચી,લાલ મરચું પાવડર- 1-2 ચમચી,ધાણા પાવડર-1-2 ચમચી,ગરમ મસાલો 1-2 ચમચી,સ્વાદ મુજબ મીઠું,તેલ,આદુ-લસણની પેસ્ટ,અડધી ચમચી ખાંડ,મેથીના દાણા.

સ્ટેપ-1

સૌપ્રથમ બાફેલા બટાકાને મેશ કરો અને પછી તેમાં મીઠું,કોથમીર અને એરોરૂટ મિક્સ કરીને લોટની જેમ બાંધી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને આ બટાકાના મિશ્રણને નાના ગોળ આકારમાં કાપીને ગરમ તેલમાં તળી લો.

સ્ટેપ-3

તેને ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પછી પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં હલકું તેલ લો અને તેમાં ટામેટા-ડુંગળી અને કાજુ નાખીને થોડીવાર તળો.

સ્ટેપ-5

પછી તેને પ્લેટમાં કાઢીને મિક્સરમાં પીસી લો.

સ્ટેપ-6

એ જ પેનમાં ફરીથી તેલ ગરમ કરો અને તેમાં તમાલપત્ર અને જીરું નાખો.

સ્ટેપ-7

જ્યારે તે તડતડ થવા લાગે ત્યારે તેમાં ટામેટા-ડુંગળી અને કાજુની પેસ્ટ નાખો.

સ્ટેપ-8

થોડીવાર પાકવા દો તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીને તેલ છૂટે ત્યાં સુધી તળો.

સ્ટેપ-9

પછી તેમાં હળદર-મરચું,ધાણા અને મીઠું નાખીને બરાબર ફ્રાય કરો.

સ્ટેપ-10

હવે ગ્રેવીની જાડાઈ પ્રમાણે પાણી ઉમેરીને ઉકાળો. તેની સાથે અડધી ચમચી ખાંડ નાખો.

સ્ટેપ-11

પછી તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખીને મિક્સ કરો.તમારા બટાકાના કોફતા તૈયાર છે.

સર્વ કરો

તેને રોટલી કે ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો, રેસીપી ગમે તો લાઇક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હ્યુન્ડાઈ મોટર્સ ખરીદશે જનરલ મોટર્સનો તાલેગાંવ પ્લાન્ટ, 10 લાખ કાર બનાવશે