સાબુદાણામાં એવા પોષકતત્ત્વ હોય છે, જે એન્ટિઓક્સિડેન્ટ્સના રૂપમાં કામ કરે છે. સાથે જ હાનિકારક બેક્ટેરિયાથી શરીરને બચાવે છે.
સાબુદાણાનો સૂપ પીવાથી શરીરના સોજા ઓછાં થાય છે. બંધ નાકને ખોલમાં મદદ કરે છે.
સાબુદાણા કેલ્શિયમ અને ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ હાડકાંઓને મજબૂત બનાવે છે.
સાબુદાણાનો સૂપ પીવાથી હીમોગ્લોબીનનું લેવલ વધે છે. આના સેવનથી એનીમિયાની પ્રોબ્લેમ દૂર થાય છે.
સાબુદાણા 1 કપ, જીરું 1 ચમચી, લીલા મરચાં 1, 1 ટામેટું, ઘી 1 ચમચી, કાપેલી કોથમીર, અડધો ઈંચ આદુ અને મીઠું સ્વાદ અનુસાર.
સાબુદાણાને 7થી 8 કલાક પાણીમાં પલાળીને રાખો. કુકરમાં ઘી લો, થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું એડ કરો, હવે મરચા, આદુ અને સાબુદાણા મિક્સ કરો, આમાં જરૂર પ્રમાણે પાણી અને મીઠું ઉમેરો.
હવે કુકરને બંધ કરીને બે સીટી વગાડો, ત્યારબાદ ટામેટની ગ્રેવી એડ કરી ગરમ થવા દો. તમારો સાબુદાણા સૂપ તૈયાર છે. આને ગરમ ગરમ પીવો.