S&Pએ ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ 6 ટકાથી સુધારીને 6.4 ટકા કર્યો


By Nileshkumar Zinzuwadiya27, Nov 2023 04:45 PMgujaratijagran.com

રેટિંગ એજન્સી S&P

વિશ્વની અગ્રણી રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2024 માટે ભારતના આર્થિક વિકાસના દરને લગતો અંદાજ વધાર્યો છે.

6 ટકાથી સુધારીને 6.4 ટકા કર્યો

નાણાકીય વર્ષ 2024 માટે રેટિંગ એજન્સીએ GDP ગ્રોથનો અંદાજ 6 ટકાથી સુધારીને 6.4 ટકા કર્યો છે. જોકે નાણાકીય વર્ષ 2024-25 માટે આ અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.4 ટકા કર્યો છે.

મોંઘવારીની અસર નહીં

રેટિંગ એજન્સીના મતે ભારતીય અર્થતંત્રને ઘરેલુ સ્તર પર સારો સપોર્ટ મળી રહ્યો છે. મોંઘવારી અને નિકાસના મોરચે નબળી સ્થિતિ અર્થતંત્રના ગ્રોથ રેટને નબળો કરી શકશે નહીં.

નાણાકીય વર્ષ 2025 નબળું

જોકે, ભારતના અર્થતંત્ર પર નાણાકીય વર્ષ 2025માં કંઈક હસ્તક દબાણ જોવા મળી શકે છે. જે એકંદરે નબળા વૈશ્વિક સંકેતને લીધે અસર ધરાવી શકે છે. RBI તરફથી વ્યાજદર વધારવામાં આવે તેવી પણ શક્યતા દર્શાવાય છે.

વિન્ટર પરાઠા રેસીપી : શિયાળામાં ઘરે નાસ્તામાં બનાવો આ ટેસ્ટી પરાઠા