ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ ભૂલ ભારે પડશે, દેવી-દેવતા થશે નારાજ


By Sanket M Parekh28, Apr 2023 04:22 PMgujaratijagran.com

ચઢાવેલા પ્રસાદનું શું કરશો?

દેવતાઓને પ્રસાદ સમર્પિત કર્યાં બાદ તરત ઉઠાવી લો. આવું ના કરવાથી વિશ્વકસેન, ચંડેશ્વર, ચંડાન્શુ અને ચાંડાલી નામની શક્તિઓના આવવાની વાત કહેવામાં આવી છે.

આ વાસણોમાં ભોગ ના ચઢાવો

ભગવાનનો પ્રસાદ ક્યારેય પણ ધાતુ જેવી કે, સોના, ચાંદી કે તાંબા તેમજ પથ્થર કે માટીના પાત્રમાં ના ચઢાવવો જોઈએ.

પ્રસાદમાં નેગેટિવ એનર્જી આવે

ચઢાવેલ નૈવેદ્ય તરત જ નિર્માલ્ય થઈ જાય છે. આથી તેને તરત ઉઠાવી લેવો જોઈએ. પ્રસાદને તરત ના ખાવ તેમજ ના વેચવાથી તેમાં નેગેટિવ એનર્જી આવી શકે છે.

તેલનો ઉપયોગ ના કરશો

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે તેલ અથવા મરચાનો ઉપયોગ ના કરવો જોઈએ. ભગવાનને કાયમ ઘીનો જ ભોગ અર્પણ કરવો જોઈએ. તેલ-મરચુ રાજસી ભોજનમાં ગણવામાં આવે છે.

ભગવાનનો પ્રસાદ

ભગવાનને રાંધેલો પ્રસાદ અર્પણ કર્યા બાદ તેનો કેટલોક ભાગ ગાયને પણ ખવડાવવો જોઈએ. જે બાદ જ પોતે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ.

તુલસી અર્પણ ના કરો

ભગવાન શિવ અને ગણેશજીની પૂજાના સમયે તેમને ક્યારેય પણ તુલસીનો ભોગ અર્પણ ના કરવો જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે.

આ પ્રસાદ ચઢાવો

ભગવાન શિવને કાયમ બિલી પત્ર અને ભગવાન ગણેશને દુર્વા ચઢાવવી જોઈએ. આ પ્રસાદથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.

ઘી કે તેલ: ભગવાન સમક્ષ શેનો દીવો પ્રગટાવવો શુભ?- દૂર કરો કન્ફ્યૂઝન