રૂપિયા 57,613 કરોડની PM-eBus સેવાને મંજૂરી આપવામાં આવી


By Nileshkumar Zinzuwadiya17, Aug 2023 03:26 PMgujaratijagran.com

PM- eBus

કેબિનેટે 169 શહેરોમાં ઈ બસને ઉત્તેજન આપવા PM- eBus સેવાને મંજૂરી આપી છે. 10 હજાર નવી ઈલેક્ટ્રિક બસો માટે કુલ 57,613 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કાર્યક્રમ માટે રૂપિયા 20 હજાર કરોડ

કેન્દ્ર સરકારે આ કાર્યક્રમ માટે રૂપિયા 20 હજાર કરોડ આપશે અને બાકીની રકમ રાજ્યોએ આપવાની રહેશે. જે શહેરની વસ્તી 3 લાખથી વધારે છે તે શહેરોનો આ સેવા માટે સમાવેશ કરાયો છે.

હરિત શહેર

હરિત શહેર ગતિશીલતા અંતર્ગત કુલ 181 શહેરોમાં ચાર્જીંગનું માળખુ તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રિક બસ યોજના અંતર્ગત 50 હજાર બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વર્ષ 2030 સુધીમાં 40 ટકા

તેનાથી વર્ષ 2030 સુધી ઈ બસનું કાર્યક્ષેત્ર વધારીને 40 ટકા અને 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ હાંસલ કરવામાં મદદ મળશે.

સાંભાર મસાલો ટેસ્ટી કેવી રીત બનાવવો, આવો જાણીએ