રોયલ એનફીલ્ડ ખાસ રીતે અલગથી ઈલેક્ટ્રિક મોટરસાયકલ વિકસિત કરવા જઈ રહી છે. કંપનીના CEO બી ગોવિંદરાજને આ માહિતી આપી હતી.
આ ઉત્પાદન વિકસિત કરવા માટે કંપનીએ તેના ચેન્નાઈ ખાતેના યુનિટની આજુબાજુ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.
રોયલ એનફીલ્ડ આઈસર મોટર્સનો એક ભાગ છે. કંપનીએ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 1,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
રૉયલ એનફીલ્ડની EV યાત્રા હવે ટોપ ગિયરમાં છે. અમારો ઈરાદો રોયલ એનફીલ્ડના DAAવાળી ખાસ ઈલેક્ટ્રિક મોટરસાયકલ તૈયાર કરવાનો છે.