આંખો માટે ખૂબજ ફાયદેમંદ છે 'ગુલાબ જળ', આવી રીતે કરો તેનો ઉપયોગ


By Sanket M Parekh02, Jun 2023 02:35 PMgujaratijagran.com

કૉટનની મદદ લો

ગુલાબ જળને આંખોમાં અનેક રીતે ઉપયોગ કરી શકો છો. જેમાં બે કૉટન બૉલને ગુલાબ જળમાં ડીપ કરીને ફ્રીઝમાં ઠંડુ થવા દો. જે બાદ તેને આંખ પર 10 મિનિટ સુધી રાખો.

આંખોને મળશે ઠંડક

આ ઉપાયને અજમાવવાથી આંખોને ઠંડક મળશે. તડકાથી આંખને થઈ રહેલી બળતરા અને થાક પણ દૂર થશે.

ડ્રૉપની જેમ ઉપયોગ

આંખમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય, તો ગુલાબ જળના ડ્રૉપ આંખમાં નાંખી શકો છે. જેથી આંખની અંદર ગયેલી ગંદકી તેમજ ધૂળ નીકળી જશે અને આંખ સાફ થઈ જશે.

આંખો બ્લિન્ક કરો

ગુલાબ જળને આંખમાં નાંખ્યા બાદ આંખને સારી રીતે બ્લિન્ક કરો. જેથી તમને રાહત મળશે અને આંખ પણ સારી રીતે સાફ થઈ જશે.

આઈ વૉશ કરો

તડકાના કારણે જો આંખમાં બળતરા થતી હોય અને ભારે લાગી રહી હોય, તો ગુલાબ જળથી આંખને વૉશ કરો. જેથી તમને જલ્દી આરામ મળશે.

કંઈ વાતનું ધ્યાન રાખશો?

તમે ઘરે પણ ગુલાબ જળ તૈયાર કરી શકો છે અથવા ઓર્ગેનિક ગુલાબજળ ખરીદીને ઉપયોગ કરી શકો છે. જો કે ગુલાબ જળ ખરીદતી વખતે એક્સપાયરી ડેટ જરૂર ચેક કરો અને બ્રાન્ડ પણ જુઓ.

ક્યારેય વિચાર્યું છે કે બટાકા ખાવાથી શરીરને શું મળે છે?