બટાકામાં કાર્બોહાઇડડ્રેટ હોય છે. એટલા માટે જે લોકો ડાયટમાં ઓછું કાર્બ્સ લેવા ઈચ્છે છે તે બટાકાથી દૂર રહે છે. જોકે બટાકાથી શરીરને ઘણાં ફાયદા પણ છે.
બટાકા ફાયબરનો સારો સ્ત્રોત છે. જેનાથી હૃદયની તંદુરસ્તીમાં ઘણો ફાયદો થાય છે. એક સ્ટડી પ્રમાણે જે લોકો બટાકા ખાવાની સાથે એક્ટિવ પણ રહે છે તેમને ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો 24 ટકા ઓછો થઇ જાય છે.
બટાકા પ્રતિરોધી સ્ટાર્ચનો એક સ્ત્રોત છે, જે એક પ્રકારનું કાર્બોહાઇટ્રેડ છે, જે પાચનમાં પ્રોબ્લેમ ઊભી કરે છે. એટલે કે બટાકા ખાવાથી તમને વજન મેનેજ કરવામાં મદદ મળી શકે છે.
પ્રિતરોધી સ્ટાર્ચ આંતરડાની તંદુરસ્તી પર પણ પોઝિટિવ અસર કરે છે. એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે, જે લોકોએ 4 અઠવાડિયા સુધી દરરોજ ખાવામાં બટાકા લીધા છે તે લોકોના આંતરડામાં ઘણો સુધાર જોવા મળ્યો છે.
બટાકા પોટેશિયમ જેવા ખનિજ પદાર્થનો સારો સ્ત્રો માનવામાં આવે છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. હાયઇપરટેન્શન અથવા પ્રી-હાઇપરટેન્શનથી પિડાતા લોકો જો બટાકા ખાય છે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી
બટાકામાં કાર્બ્સ, પોટેશિયમ અને પ્રોટિનની સારી માત્રા હોય છે આ કારણથી આનું સેવન એથ્લેટિક પર્ફોમન્સ વધારવાનું કામ કરે છે. શારીરિક એક્ટિવિટી માટે કાર્બ્સ શરીરમાં ઈંધણ પ્રદાન કરે છે.