જયપુરમાં આવેલા અંબર કિલ્લાની તમે મુલાકાત લઈ શકો છો, અહીંના અદભૂત દૃશ્યો, અને ત્યાં નિર્માણ પામેલા સુંદર સ્થાપત્ય જોઈ શકો છો
નાહરગઢ કિલ્લો પણ જયપુરમાં આકર્ષણનું સ્થળ છે, અહીં તમને કુદરતના મનોહર દૃશ્યો જોઈ શકો છો. અહીં સૌથી વધુ સુંદર દૃશ્યો સૂર્યાસ્તના સમયે જોવા મળે છે
જયગઢ કિલ્લો પરથી તમે પર્વત અને આસપાસના સુંદર અને રમણિય દૃશ્યો જોઈ શકો છો. અહિં તમે તમારા પાર્ટનર સાથે હળવાશની પળો માણી શકો છો.
જો તમે રાજસ્થાનની સંસ્કૃતિ, સંગીત અને ત્યાંના ટ્રેડીશનલ ફૂડ નો આનંદ માણવા માંગતા હોવ તો આ આ સ્થળની મુલાકાત લઈ શકો છો
જલ મહેલ માન સાગર તળાવની વચ્ચે આવેલો છે, અહીંથી તમેં સૂર્યોદય અને સૂર્યાસ્તના સુંદર દૃષ્યોનો લહાવો માણી શકો છો.
સિસોદિયા રાણી ગાર્ડન પણ કપલ માટે ફરવા માટે સુંદર જગ્યા છે, આ ગાર્ડનમાં સુંદર ફાઉન્ટન બનાનવામાં આવ્યા છે, આ શાંત જગ્યાએ તમે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો
સિટી પેલેસ પણ જયપુરમાં આવેલું એક જોવાલાયક સ્થળ છે , આમા તમે સુંદર બગીચા, મ્યુઝિયમ, અને સ્થાપત્ય પરની કલાગીરી જોઈ શકો છો
રામબાગ પેલેસ પણ જયપુરમાં સ્થિત સુંદર જગ્યા છે, આ એક સમયે જયપુરના મહારાજાનું રહેઠાણ રહેતું હતું, જે હવે એક લક્ઝરી હોટલ છે.