Places in Vadodara: ચોમાસામાં વડોદરામાં ફરવા લાયક સ્થળો


By Vanraj Dabhi19, Jul 2024 12:05 PMgujaratijagran.com

ફરવા લાયક સ્થળો

ચોમાસામાં ઘણા લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે, તમે વડોદરા નજીકના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવા માંગતા હોવ તો અમે અહીં તેની યાદી જણાવીશું.

ઝરવાણી

ઝરવાણી એ એક મોસમી ધોધ છે જે સરદાર સરોવર ડેમની નજીક આવેલ શૂલપાણેશ્વર અભયારણ્યમાં સ્થિત એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.

પોઇચા નીલકંઠ ધામ

વડોદરાથી 61 કિલોમીટરના અંતરે આવેલ પોઇચા ગામમાં નર્મદા નદીના કિનારે આવેલું નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર આવેલ છે, જે એક વિશાળ તીર્થધામ આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનું એક મહાન મિશ્રણ છે.

જાંબુઘોડા વન્યજીવ અભયારણ

વડોદરાથી 70 કિમી અને ચાંપાનેરથી 20 કિમી દૂર સ્થિત જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પંચમહાલના પૂર્વ ભાગમાં ટેકરીઓ અને જંગલોથી આચ્છાદિત પ્રદેશમાં આવેલું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વડોદરાથી 90 કિલોમીટરના અંતરે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભારતના આઇકોનિક લોખંડી પુરૂષ સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સિંધરોટ

વડોદરા તાલુકામાં મહી નદીના કિનારે વસેલું એક નાનકડું ગામ છે. શહેરની નજીક આવેલું સિંધરોટ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે.

નારાયણ સરોવર

વડોદરા નજીક આવેલ ચાણસદ ગામ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ છે, અહીં પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી નિમિત્તે ગુજરાત ટુરીઝમ અને BAPS દ્વારા આ પવિત્ર સરોવરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

માંડણ તળાવ

નર્મદા જિલ્લાના નાંદોદમાં રાજપીપળાથી 16 કિ મીના અંતરે આવેલું આ એક સુંદર તળાવ છે. આ તળાવની ચારે બાજુ પાણી અને વચ્ચે નાના-નાના ટાપુઓના કારણે અહીંનો નજારો ખૂબ જ સુંદર છે.

Places in Mehsana: ચોમાસામાં મહેસાણા નજીક આ કુદરતી પિકનિક પોઇન્ટ ફરવા લાયક છે