28 જુલાઈએ થિયેટરમાં બૉલિવૂડ ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાની રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીરસિંહ લીડ રોલમાં જોવા મળશે. જેમાં 'રૉકી' રણવીરસિંહની 'રાની' બની છે આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ પાસે સાડીનું શાનદાર કલેક્શન છે. આ ફિલ્મમાં પણ એક્ટ્રેસે ડિઝાઈનર સાડી કેરી કરી છે.
આલિયા ભટ્ટનો આ સિલ્વર સાડી લુક કૉકટેલ પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે. તમે પણ આલિયાના આ લુક્સથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
એક્ટ્રેસની ફેશન સેન્સ ખૂબ જ શાનદાર છે. ઑફ શૉલેડર બ્લાઉઝ સાથે એક્ટ્રેસની જ્વેલરી પણ ડિફરન્ટ લુક આપી રહી છે.
આલિયા ભટ્ટે આ લુક પોતાના લગ્નમાં કેરી કર્યો હતો. એક્ટ્રેસનો આ લુક દરેક જણને ગમ્યો હતો.
હોટનેસ મામલે આલિયા ભટ્ટ કોઈનાથી કમ નથી. આ સાડી લુક્સમાં એક્ટ્રેસ એકદમ હૉટ લાગી રહી છે.