ઈંધણના ભાવ વધતા ઉડ્ડયન કંપનીઓના નફાને લઈ વધી રહી છે ચિંતા


By Nileshkumar Zinzuwadiya03, Sep 2023 10:17 PMgujaratijagran.com

લિસ્ટેડ કંપનીઓ

વધતા ક્રુડ ઓઈલની કિંમતો અને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સુસ્ત ટ્રાફિકને લીધે લિસ્ટેડ વિમાની કંપનીઓના નફાને લઈ ચિંતા વધી રહી છે.

શેરના ભાવ પર દબાણ

ઈંધણની કિંમતોને લીધે હવે ઉડ્ડયન સેક્ટરની કંપનીઓના ખર્ચમાં વધારો થવા જઈ રહ્યો છે.જેને લીધે કંપનીઓના શેર તેની ઉચ્ચ સપાટીથી 11 ટકા ગગડી ચુક્યા છે.

ATF ભાવમાં 18 ટકા

ક્રુડ ઓઈલની કિંમત જુલાઈની શરૂઆતથી 18 ટકા વધી ચુકી છે અને નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વિમાન કંપનીઓની ઈંધણ ખર્ચ વધવાનો અંદજ છે.

સતત વધી રહ્યા છે ભાવ

OMCએ વિમાનના ઈંધણ એટલે કે ATFની કિંમત 1લી સપ્ટેમ્બરના રોજ 14.1 ટકા વધારી છે. સતત ત્રીજી વખત કિંમતમાં વધારો અને આ સાથે જ 1 જૂનથી અત્યાર સુધીમાં ઓઈલની કિંમતોમાં 26 ટકા વધારો થયો છે.

વીતેલા સપ્તાહમાં સેન્સેક્સની ટોચની 10 પૈકી 7 કંપનીનું Mcap ગગડ્યું