સેન્સેક્સની ટોચની 10 પૈકી સાત કંપનીનું બજાર મૂડીકરણ વીતેલા સપ્તાહમાં સંયુક્ત રીતે રૂપિયા 62,279.74 કરોડ ઘટ્યું છે. સૌથી વધારે નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું છે.
સમીક્ષા હેઠળની અવધિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, SBI અને ભારતી એરટેલનું બજાર મૂડીકરણ ગગડ્યું છે.
જ્યારે HDFC બેંક, ઈન્ફોસિસ અને બજાજ ફાયનાન્સનું બજાર મૂડીકરણમાં વધારો થયો છે. સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું બજાર મૂડીકરણ 38,495.79 કરોડ ઘટી રૂપિયા 16,32,577.99 કરોડ થયું છે.
હિન્દુસ્તાન યુનિલિવરનું બજાર મૂડીકરણ રૂપિયા 14,649.7 કરોડ ઘટી રૂપિયા 5,88,572.61 કરોડ અને ભારતી એરટેલનું બજાર મૂડીકરણ રૂપિયા 4,194.49 કરોડ ગગડી રૂપિયા 4,84,267.42 કરોડ રહ્યું છે.