નાળિયેર સ્વાદિષ્ટની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે, તમે નાળિયેરને ઘણી રીતે ખાઈ શકો છો.તેને કોઈપણ ખોરાકમાં ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શાકય છે.આજે અમે તમને એવી વાનગીઓ વિશે જાણાવીશું જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતીય મીઠાઈઓમાં નાળિયેર બરફી ખૂબ જ લોકપ્રિય છે.સૂકા નાળિયેર,ખાંડ અને ખોયાની બનેલી આ બરફી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
નાળિયેર અને ફુદીનાને મિક્સ કરીને ખૂબ જ ટેસ્ટી ચટણી બનાવી શકો છો.તમે તેને નાસ્તામાં ઇડલી,વડા અને ઢોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ સાથે ખાઈ શકો છો.
તમે નાળિયેર નાખીને ભાત બનાવી શકો છો, દક્ષિણ ભારતીય વાનગીઓમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે ઘરે સરળતાથી નાળિયેર રાઈસ બનાવી શકો છો.
લાડુ લગભગ દરેક લોકોને પસંદ હોય છે,પરંતુ નાળિયેર અને તલના લાડુની વાત જ કંઈક અલગ છે, તમે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.
તમે નાળિયેરમાંથી કેક પણ તૈયાર કરી શકો છો. ડેસીકેટેડ નાળિયેરે ઈંડા સાથે મિક્સ કરવાથી કેકનો સ્વાદ બમણો થઈ જાય છે.તમારે આ પ્રકારની કેક બનાવીને બાળકોને ખવડાવવી જોઈએ.
તમે ચોખાની ખીર ખૂબ ખાધી હશે, પરંતુ આ વખતે તહેવારમાં તમે કાચા નાળિયેરની ખીર બનાવી શકો છો, જો તમને ચોખાની ખીર પસંદ નથી તો નાળિયેરની ખીર તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
નાળિયેરનો સ્વાદ જેટલો સારો હોય છે તેટલો જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમાં રહેલ ગુણો પાચનતંત્રને સારું રાખવમાં મદદ કરે છે. આ સિવાય તે અન્ય સમસ્યાઓ સામે લડવામાં પણ મદદરૂપ છે.
આ રીતે તમે ઘરે નાળિયેરમાંથી વિવિધ વાનગીઓ પણ બનાવી શકો છો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.