ફુદીનાના પાનને ફ્રીજ વગર 1 મહિના સુધી કેવી રીતે તાજા રાખી શકાય, આવો જાણીએ


By Vanraj Dabhi03, Sep 2023 05:19 PMgujaratijagran.com

જાણો

જો તમારી પાસે ફ્રીજ ન હોય તો ઘણી વસ્તુઓ જલ્દી બગડી જાય છે, ફુદીના પણ તેમાંનું એક છે, પરંતુ કેટલીક ટિપ્સની મદદથી તમે ફુદીનાના પાનને લાંબા સમય સુધી તાજા રાખી શકો છો, ચાલો જાણીએ.

ફુદીનાનો ઉપયોગ

તમે ફુદીનાના પાનનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો તમે તેમાંથી ચટણી,શાક કે રયતું પણ બનાવી શકો છો. આ સિવાય તે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

શું કરવું

સૌપ્રથમ ફુદીનાના પાનની ડાળીઓ તોડીને સારી રીતે સાફ કરી લો, આ પછી તેને કાગળના ટુવાલમાં લપેટી અને ઠંડી જગ્યાએ રાખો.

લાંબા સમય સુધી તાજા રહેશે

ફુદીનાને સંગ્રહ કરવા માટે કાગળના ટુવાલમાં સહેજ પલાડીને રાખો અને તેમાં પાંદડા મૂકો. આ પછી ફુદીનાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકો,આ રીતે સ્ટોર કરીને તમે ફુદીનાને 2 અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો.

પાણીમાં રાખો

બજારમાંથી ફુદીનાના પાન લાવ્યા પછી તેનો નેચીનો ભાગ કાપી લો, એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં પાંદડા રાખો.

સુકાવીને ઉપયોગ કરો

ફુદીનાના પાન પણ સૂકવીને વાપરી શકાય છે.આ માટે ફુદીના પાનને ધોઈને સાફ કરો. આ પાંદડાને કાગળના ટુવાલમાં રાખો.ભૂલથી પણ તેને તડકામાં ન રાખો.

આ રીતે સ્ટોર કરો

ફુદીનાના પાન તોડીને અલગ-અલગ કરીને સાફ સુતરાઉ કાપડ પર પાથરી દો,જેનાથી ફુદીનાનું પાણી નીકળી જાય અને છાયામાં રાખો જેથી તેની સુગંધ જળવાય રહે.

અન્ય ટિપ્સ

ફુદીનાને તાજા રાખવા માટે તમે તેને પાંદડાને આઇસ ક્યુબ ટ્રેમાં પણ રાખી શકો છો. આ રીતે આ પાંદડા લાંબા સમય સુધી તાજા અને લીલા રહેશે.

વાંચતા રહો

ફુદીનાને તાજા રાખવા માટે તમે આ ટિપ્સની મદદ પણ લઈ શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શાકભાજી વહેંચતી મહિલાએ ડિજિટલ પેમેન્ટ માટે કર્યો ગજબનો જુગાડ, જુઓ