રીંગણ સામાન્ય રીતે ઘણાને ભાવતા નથી હોતા. પરંતુ તે શાક બનાવતી વેળાએ બટાકા અને ટામેટા સાથે આવે એટલે તેનો ટેસ્ટ અલગ બની જાય છે. તો ચાલો બનાવીએ રીંગણ બટાકા અને ટામેટાનું રસાવાળું શાક.
2 મધ્યમ કદના રીંગણ, 2 બટાકા , 1 ટામેટું (ઝીણું સમારેલું), 1 ડુંગળી (ઝીણી સમારેલી), 2-3 લસણની કળી , 1 ચમચી આદુ (ખમણેલું), 4 2 ચમચી તેલ, 1/2 ચમચી જીરું, 1/4 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા-જીરું પાવડર, મીઠું (સ્વાદ મુજબ), થોડું લીલું ધાણિયું (સજાવટ માટે).
રીંગણ, ટામેટા અને બટાકાને ધોઈ, કાપી લો.
કડાઈમાં તેલ ગરમ કરો, જીરું નાખો. પછી ડુંગળી, લસણ, આદુ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તમે શાક કૂકરમાં પણ કરી શકો છો.
હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાવડર નાખી 1 મિનિટ શેકો. ટામેટું ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો.
બટાકા અને રીંગણ ઉમેરો, થોડું મીઠું નાખી 5-7 મિનિટ ઢાંકીને રાંધો. રસો થાય તે માટે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું.
5-10 મિનિટ મધ્યમ આંચે સરસ રાંધો, જેથી રીંગણ નરમ થાય. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. તૈયાર છે તમારુ રિંગણા બટાકા અને ટામેટાનું શાક.
લીલા ધાણિયાથી સજાવો અને ગરમ રોટલી કે ભાત સાથે પીરસો. આ શાકનો રસો એટલો મીઠો લાગશે કે ન પૂછો વાત.